પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-3-2010, સારંગપુર
શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ આગળ ઊભાં ઊભાં સ્વામીશ્રી દર્શન કરી રહ્યા હતા. સામે બેઠેલા જનમંગલ સ્વામી કહે : ‘કાલે તો ગાંધીનગર....’
સ્વામીશ્રી તરત જ કહે : ‘એવું કેમ મનાય છે ? આવું મનાય એ અજ્ઞાન જ છે. સત્પુરુષ તો જતાય નથી ને આવતાય નથી. જ્ઞાની છો તોય કેમ આમ થાય છે ?’
જનમંગલ સ્વામી કહે : ‘તમે બોલાવો-ચલાવો એવું સુખ તો પછી ક્યાંથી મળે ? દૃષ્ટિ કરો એ સુખ જુદું હોય ને !’
સ્વામીશ્રી કહે : ‘આ બેઠા (શાસ્ત્રીજી મહારાજ) અને શ્રીજીમહારાજ જોતા નથી ? અંદર ભાવ હોય તો એ અનુભવ થાય. ऋते ज्ञानान्न मुक्तिः। ડુ યુ અંડરસ્ટેંડ ? આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય એટલે દૂર ને નજીક રહે જ નહીં.’
થોડી વાર પછી જનમંગલ સ્વામી કહે : ‘અમને ક્યારેક ઇચ્છા થાય અને લાભ લેવા માટે આવવાનું મન થાય તો તમે ના ન પાડતા.’
સ્વામીશ્રી કહે : ‘આપણે ભગવાનની ઇચ્છા મુજબ વર્તવું. થાય તોય ભલે ને ન થાય તોય ભલે. હરખ-શોક જ નહીં. હરખ-શોકની નદીઓ મોટી, એમાં જાય તણાણો.’
જનમંગલ સ્વામી કહે : ‘તમે નકરું જ્ઞાન જ આપો છો.’
સ્વામીશ્રી કહે : ‘ગામડે જાવ તો તમે લોકોને શું આપો છો ?’
સ્વામીશ્રીએ એવી દલીલ કરી કે જે ધાર્યા બહારની હતી, એટલે સૌ હસી પડ્યા અને જનમંગલ સ્વામી શાંત થઈ ગયા.
Vachanamrut Gems
Vartãl-6:
Sometimes, why does everyone - good and bad - suffer?
“…when there is the predominance of favourable kãl, it diminishes the power of the impure karmas of the jivas. Yet, when a terrible famine strikes, everyone suffers; or when there is a horrendous war, hundreds of thousands of people are killed at once. In these cases were everyone’s favourable karmas suddenly exhausted at the same time? Instead, it is the intense power of unfavourable kãl that overcomes the force of the favourable karmas of the jivas. So, when the influence of intense kãl prevails, karmas have no influence; due to the influence of kãl, karmas that should have resulted in happiness lead to misery, and karmas that should have resulted in longevity lead to death. In this manner, when the influence of a strong kãl is prevalent, everything occurs due to kãl. So it is mentioned in the scriptures.”
[Vartãl-6]