પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૦૩
મુંબઈ, તા. ૨૬-૮-'૬૧
અહીં કમલ મહલમાં હરિપ્રસાદ ચોકસી સાહેબનો ઘાટી (નોકર) દત્તુ કરીને એક દક્ષિણી છોકરો હતો. તેને સ્વામીશ્રી અવાર-નવાર બોલાવતા, તેને વર્તમાન ધરાવ્યાં, પૂજા આપી સ્વામીશ્રીએ પોતાની મીઠી વાણીમાં કહ્યું, 'તિલક તાણના, કલ્યાણ હો જાયેગા !' દત્તુએ પણ સ્વામીશ્રીની આજ્ઞા સહર્ષ વધાવી લીધી.
રસોડા પાસે ખૂણામાં દત્તુને રહેવાની નાની ઓરડી હતી. બપોરે સ્વામીશ્રી રસોડામાં જમવા પધારે ત્યારે તેની ઓરડી આગળ જઈ બૂમ પાડતા. તેને બોલાવે : 'દત્તુ જીતુ...' એમ જુદે જુદે નામે બોલાવે અને દત્તુ દોડતો આવીને સ્વામીશ્રીના પગમાં પડી જાય.
રાત્રે સભામાં પણ સ્વામીશ્રી તેને બોલાવતા. એકાદશીને દિવસે ઉપવાસ પણ કરાવતા.
એથી સ્વયંપ્રકાશ સ્વામીએ પૂછ્યું, 'સ્વામી ! તમે દત્તુને કેમ બહુ યાદ કરો છો ? બોલાવો છો ?'
'પૂર્વના સંસ્કારી છે,' સ્વામીશ્રીએ સહજભાવે કહ્યું. ત્યારે જ સૌને સ્વામીશ્રીનું આ ચરિત્ર સમજાયું. ખરેખર ! મોટા પુરુષ જીવને ઓળખી જાગ્રત કરે છે - હેત કરે છે - આગળ વધારે છે. સાચા સત્પુરુષના સંબંધ વગર મોક્ષમાર્ગમાં જીવ કદી વધી શકતો નથી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-11:
Why is God Sometimes Described as Having Four Arms?
"… In reality, all forms of God's avatãrs have only two arms. However, for the sole reason of dismissing any similarity that a person lacking wisdom may perceive between God's form and other forms, they are often described as having four arms or eight arms."
[Loyã-11]