પ્રેરણા પરિમલ
બૅલેન્સ રાખતાં શીખવું...
(તા. ૨૩-૦૬-૨૦૦૮, સારંગપુર)
સુરત છાત્રાલયમાં રહેતો એક વિદ્યાર્થી આજે સ્વામીશ્રીના દર્શનાર્થે આવ્યો. આ વિદ્યાર્થીએ પોતાની શિકાયત કરતાં કહ્યું કે 'મને વચનામૃત વાંચવાનું મન થાય છે, પણ ભણવાનાં પુસ્તકો વાંચવાનું મન થતું જ નથી.'
સ્વામીશ્રી તરત જ કહેઃ 'વચનામૃત પણ વાંચવાનું અને અભ્યાસનાં પુસ્તકો પણ વાંચવાનાં. અભ્યાસ કરીએ તો લાઇફ બને ને વચનામૃત વાંચીએ તો જ્ઞાન થાય. તો પછી સુખદુઃખમાં વાંધો ન આવે. બંને બૅલેન્સ રાખતાં શીખવું.'
Vachanamrut Gems
Panchãlã-7:
Offering Bhakti to the Form One has Seen
"… Furthermore, one should meditate on, worship, and offer bhakti only to the form that one has seen…"
[Panchãlã-7]