પ્રેરણા પરિમલ
ભવરોગ જાય એવી દવા આપો...
(તા. ૨૩-૦૬-૨૦૦૮, સારંગપુર)
પ્રાતઃપૂજા પછી પોતાના નિત્યક્રમ મુજબ સ્વામીશ્રી દવા લઈ રહ્યા હતા ત્યારે સામે ધર્મપુરુષ સ્વામી ઊભા હતા. તેઓની હસવાની વિશિષ્ટ રીત જોઈને સ્વામીશ્રીનું ધ્યાન તેમની ઉપર ગયું. તેઓને સ્વામીશ્રી કહે, 'દવા લેવી છે?'
'ભવરોગ જાય એવી દવા હોય તો આપો અને આશીર્વાદ આપો કે ગમે એટલી કડવી લાગે તોપણ પી શકીએ.'
સ્વામીશ્રી તરત જ કહેઃ 'દવા તો આપેલી જ છે ને - કથાવાર્તા, ભજનકીર્તન આ બધી દવાઓ છે એ લેવાની છે, જેથી માન-અપમાન, સુખદુઃખ બધામાં ચાલે અને વાંધો ન આવે.'
Vachanamrut Gems
Loyã-13:
Difference Between God and The Muktas
Shriji Mahãrãj answered, "Look at the moon and the stars. Isn't there a difference between the two? They are not similar in terms of brightness, and there is a vast difference between the intensity of their rays as well. All of the herbs are nourished by the moon, but not by the stars. Also, it is the moon that dispels the darkness of the night, not the stars. God and the muktas differ in the same way."
[Loyã-13]