પ્રેરણા પરિમલ
પ્રાપ્તિનો કેફ રાખવાનો છે...
(તા. ૨૨-૦૬-૨૦૦૮, સારંગપુર)
મંદિરની પ્રદક્ષિણામાં સંતો ગાઈ રહ્યા હતા કે, 'શીદને રહીએ રે કંગાલ.' 'કંગાલ એટલે?' સ્વામીશ્રીએ પૂછ્યું.
'ગરીબ.' એક સંતે કહ્યું.
સ્વામીશ્રી કહેઃ 'સત્સંગમાં તો ગરીબ થઈને જ રહેવાનું છે, પણ પ્રાપ્તિનો કેફ રાખવાનો છે, ભગવાન અને સંત મળ્યા એથી મોટી વસ્તુ કઈ છે? ત્યાં પછી એમ ના વિચારવું કે 'મારું શું થશે? હું તો ગરીબ થઈ ગયો.' એમ ના માનવું. એ બધું કંગાલપણું નહીં રાખવાનું. બધી રીતે કામ થાય તોય મજા. કોઈ બે થાપટ મારે તોય મજા. માન-અપમાન થાય તોય મજા.''
Vachanamrut Gems
Loyã-6:
Keeping the Company of a Sadhu who Reprimands
"… On the other hand, if a sãdhu repeatedly reprimands one, and maintains constant vigilance on any swabhãv he sees within one; and if he does not cease to denounce that swabhãv until it is overcome, and does not merely flatter, then even if he is not considered great in public view, one should still keep his company."
[Loyã-6]