પ્રેરણા પરિમલ
અભાવ-અવગુણમાં પડવું જ નથી...
(તા. ૧૫-૦૬-૨૦૦૮, સારંગપુર)
સ્વામીશ્રી આગળ એક મુમુક્ષુની વાત નીકળી. એ મુમુક્ષુ પોતાના અળવીતરા સ્વભાવને કારણે હંમેશાં ચર્ચામાં રહેતા હતા. એટલે સૌ કોઈ તેઓની વાતમાં ઉત્સાહથી પોતાનો સૂર પુરાવતા હતા. જેમાં મુખ્યત્વે એની ઊણપોની વાતો જ થતી હતી. એટલે સ્વામીશ્રીએ તેમના મહિમાની વાત કરી ત્યારે સૌને અંતર્દૃષ્ટિ થઈ. સૌએ સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં કહ્યું કેઃ 'અભાવ-અવગુણમાં પડવું જ નથી, એવો નિયમ આપો.'
સ્વામીશ્રી એ જ વાક્યને ભારપૂર્વક દોહરાવીને કહેઃ 'નક્કી કરો કે આપણે અભાવ-અવગુણમાં પડવું જ નથી. મહિમા જ રાખવો છે.'
Vachanamrut Gems
Panchãlã-7:
An Obstacle to Attaining Liberation
"… On the other hand, one who has doubts in realising God in this way, even if he is a staunch, urdhvaretã brahmachãri and a great renunciant, attaining liberation would still be extremely difficult for him."
[Panchãlã-7]