પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૨૨
ગોંડલ, એપ્રિલ '૬૭
યોગીજી મહારાજ ગોંડલમાં બિરાજતા હતા. અમૃત મહોત્સવની તૈયારી ચાલતી હતી. ઉત્સવની તૈયારી જોતાં સ્વામીશ્રી સભાસ્થળ ઉપર આવી પહોંચ્યા. અહીં વિશાળ સભામંચ અને સુશોભિત સિંહાસનો તૈયાર થઈ રહ્યાં હતાં. કોઈએ કહ્યું કે અહીં આ સિંહાસન ઉપર આપને બેસવાનું છે. એ આસન જોઈ સ્વામીશ્રી એકદમ બોલી ઊઠ્યા, અહીં આપણાથી ન બેસાય. અહીં તો ઠાકોરજીને બેસાડાય.'
'બાપા ! ઠાકોરજીને માટે તો એથી પણ સરસ જુદું આસન છે.' કોઈએ જણાવ્યું.
'તો ઠીક ભાઈસાબ.' લાક્ષણિક શબ્દોમાં સ્વામીશ્રીએ હાશ વ્યક્ત કરી. ઠાકોરજી વગર એમના જીવનમાં કશું જ અધિક નથી. એ પરાભક્તિનો દાસત્વભાવ પ્રત્યેક પ્રસંગે સ્વામીશ્રીના ચરિત્રમાંથી વ્યક્ત થતો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-5:
What Are the Main Virtues a Devotee of God Should Attain?
"… A devotee of God should firstly maintain fidelity, and secondly, courage…"
[Gadhadã II-5]