પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૧૯
મુંબઈ, ૧૯૬૭
સ્વામીશ્રી મુંબઈમાં બિરાજતા હતા.
એક સવારે દસ વાગે ટપાલ લખી રહ્યા હતા. ગુણુભગત, યોગેશ્વરદાસ તથા હું પાસે બેઠા હતા. થોડીવારે ટપાલ લખતાં સ્વામીશ્રીએ બે ચરણારવિંદ લંબાવ્યા. તે જરા ગાદીથી નીચે ઊતરી ગયા. તેથી અમે બે ડનલોપના કુશન (ઓશીકાં) સ્વામીશ્રીનાં બંને ચરણારવિંદ નીચે ગોઠવ્યાં.
'બાપા ! આ ઓશીકાં મહેશભાઈ આપને માટે લાવ્યા છે' મેં સહેજ બાપાને કહ્યું.
પત્ર લખતાં લખતાં સ્વામીશ્રીએ મુખારવિંદ ઊંચું કરી, નજર ઓશીકાં તરફ ફેરવી, ઓશીકાં જોયાં.
એટલી તો સાહજિકતાથી, લજ્જિત થતા પોતે અતિ નમ્રભાવે બોલી ઊઠ્યા, 'ભાઈસાબ, તમે મને રજોગુણી કરી નાંખશો.'
સ્વામીશ્રીનો ભાવ જોઈ અમે જરાવાર તો ઝાંખા પડી ગયા, પણ એ શબ્દો અમારા કાનમાં જ આશ્ચર્યવત્ ઊભા રહ્યા હતા.
મેં કહ્યું, 'બાપા ! આપ અમારો રજોગુણ કાઢો એમ છો. તો પછી આપને...?'
સ્વામીશ્રી મરમાળું હસવા લાગ્યા !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-10:
One Who Knows The Greatness of His Own Self and God
"Such a devotee may reside in a kingdom, thousands of people may be under his command and he may be wealthy. But he himself does not feel, 'I have become very great.' Furthermore, if the kingdom is destroyed and he begs for food from house to house with an earthen begging-bowl, he does not feel, 'Now I have become poor.' This is because he remains absolutely carefree in his own bliss, and he knows the greatness of his own self and that of God…"
[Loyã-10]