પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૧૮
૧-૧૯૬૭
સ્વામીશ્રી સુરત પધાર્યા હતા.
અહીં એક વિશાળ દૂધની ડેરી 'સુમૂલ'નું ઉદ્ઘાટન કરવા સ્વામીશ્રી ડેરીના અધ્યક્ષ આશાભાઈ સાથે ત્યાં પધાર્યા. સુરતના અનેક પ્રતિષ્ઠિતોની હાજરીમાં સ્વામીશ્રીએ ચાંપ દાબી, ડેરીના પ્રોજેક્ટનું પ્રાસાદિક ઉદ્ઘાટન કર્યું. સભામાં કાર્યકર્તાઓએ સ્વામીશ્રીનો આભાર માન્યો અને આશાભાઈ પટેલની કાર્યશક્તિની પ્રશંસા કરી. અહીં જ ઠાકોરજીને થાળ ધરી પ્રસાદ લેવાનો હતો. સૌ સાથે સ્વામીશ્રી જમવા બિરાજ્યા.
'આશાભાઈ બહુ બુદ્ધિશાળી, બહુ બુદ્ધિ પુગાડી.' સ્વામીશ્રીએ કહ્યું.
'હા, બાપા !'
'આવું કોઈને ન આવડે.'
'બાપા ! બધાને બહુ ભાર પડ્યો,' સ્વયંપ્રકાશ સ્વામીએ પુષ્ટિ કરી.
'શું ?'
'આશાભાઈ આવા પ્રામાણિક ને હોશિયાર, તો એમના ગુરુ કેવા હશે ?' સ્વયંપ્રકાશ સ્વામીએ સ્પષ્ટતા કરી.
'ગુરુ તો નળિયા ચાળે એવા છે !' એમ કહી સ્વામીશ્રી હસી પડ્યા જાણે પોતે કંઈ છે જ નહિ !
સમર્થ હોવા છતાં, પોતામાં નાનાપણું મનાવવામાં આટલો આનંદ કોણ માણી શકે ?
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-17:
A Firm Foundation in Satsang
"… Thus, he who has realised the greatness of God and the Sant has a firm foundation in Satsang. Conversely, one cannot be certain about a person who has not realised such greatness."
[Loyã-17]