પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૧૪
મુંબઈ, તા. ૯-૧૦-'૬૧
ટરોરો(આફ્રિકા)થી સી.એમ. પટેલ દેશમાં સ્વામીશ્રીનાં દર્શન-સમાગમનો લાભ લેવા સારુ આવ્યા હતા. તેઓ મોરાર બાગમાં સ્વામીશ્રીના ઉતારે આવ્યા. દંડવત્-પ્રણામ કરી સ્વામીશ્રીને પગે લાગ્યા.
'ક્યાં ઊતર્યા છો ?' સ્વામીશ્રીએ પૂછ્યું.
'લોજમાં.'
'અહીં વાડીમાં ઊતરવાનું હોય.'
'બહુ સામાન છે.'
'ચાલો, હું સામાન લઈ આવું. એમાં શું ?' સ્વામીશ્રી ખૂબ જુસ્સાથી બોલ્યા. જાણે હમણાં જ બધો સામાન ફેરવવાનો હોય ને શું ? એમનો એ ભાવ હતો કે પોતાના વહાલા ભક્તો પોતાનું સાંનિધ્ય છોડી, બહાર તકલીફ ભોગવે તે કેમ ચાલે ? પોતાના દરેક આશ્રિત સ્વામીશ્રીને મન નિકટના સ્વજન હતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-10:
Gnan Leads to Happiness
"… Similarly, to such a person with gnãn, all objects become vain, and due to that gnãn, his vision becomes broad. A person with such an understanding becomes happy."
[Loyã-10]