પ્રેરણા પરિમલ
વ્યસનમુક્તિનો સરળ ઉપાય...
(તા. ૦૭-૦૭-૨૦૦૮, સારંગપુર)
એક યુવક સ્વામીશ્રીનાં દર્શને આવ્યો હતો. તેના ગળામાં કંઠી ન હતી. સ્વામીશ્રીએતેને આ માટેનું કારણ પૂછ્યું.
'મારે કંઠીનું અપમાન નથી કરવું.' યુવકે ખચકાતાં કહ્યું.
સ્વામીશ્રી કહે, 'કેમ ? કંઈ વ્યસન-દૂષણછે ?'
'છે.'
'તો મૂકી દે. કંઠી પહેરીશતો બળ મળશે.' સ્વામીશ્રીએ કહ્યું.
'એટલું બધું દૂષણ છે નહીં, પણમૂળ બહારગામ જવાનું થાય ને નિયમ ન સચવાય એટલે મનમાં આવું રહે છે.'
સ્વામીશ્રી કહે, 'બહારગામ જવાનું થાય, પણ એમાં બીડી-સિગારેટ પીવા જ પડે એવું ઓછુ છે ? વ્યસનથી તો દૂર જ રહેવું જોઈએ, તો જ સુખી થવાશે. માટે વ્યસન મૂકજે અને કંઠી પહેરીશ તો બળ રહેશે ને બધું છૂટી જશે.' સ્વામીશ્રીએ આ રીતે પ્રેમથી વ્યસન મુકાવીને ભગવાનનો આશરો કરાવ્યો.
Vachanamrut Gems
Loyã-17.15:
A Person Who Has Not Realised the Greatness of the Sant
"Conversely, if a person enters an assembly of sãdhus and is not accordingly honoured by the Sant, and if he then bears an aversion towards the Sant, it implies that that person has not realised the greatness of the Sant; otherwise he would not bear an aversion in that manner…"
[Loyã-17.15]