પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૯૫
મુંબઈ, તા. ૨૪-૭-'૬૧
સ્વામીશ્રીની હાજરીમાં કેટલાક યુવકો શું શું ભણ્યા તે વાત થતી હતી. સ્વામીશ્રી પણ રસ લઈ રહ્યા હતા. ત્યારે સ્વયંપ્રકાશ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું : 'આપ શું ભણ્યા છો ?'
'અમે શાસ્ત્ર માત્ર ભણ્યા છીએ. પારંગત થયા છીએ !' સ્વામીશ્રી હસતાં હસતાં એકદમ ભાવપૂર્વક બોલ્યા, પણ આ શબ્દોમાં ઘણો મર્મ હતો. સાચે જ કહ્યું છે કે એવા સાચા ગુણાતીત સંત શ્રોત્રિય હોય છે, કહેતાં શાસ્ત્રમાત્રના અર્થને જાણનારા હોય છે.
- સાધુ ઈશ્વરચરણદાસ