પ્રેરણા પરિમલ
પ્રમુખ મળ્યા સારથિ...
સતત બચતો રહ્યો છું હું, જિંદગીમાં કારમી હારથી,
આગળ જ ધપી રહ્યો છે જીવનરથ, જ્યાર થી પ્રમુખ મળ્યા સારથિ;
શોભાવ્યું છે મુજ જીવન, સેવા-ભક્તિના સંસ્કારથી,
ટળી ફિકર હવે મોક્ષ તણી, જ્યારથી પ્રમુખ મળ્યા સારથિ...'
ખરેખર, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સમા સમર્થ સારથિએ આપણા સૌના જીવનરથની લગામ હાથમાં લીધી છે ત્યારથી આપણે સૌ નિશ્ચિંત બની ગયા છીએ.
આપણા સૌનું જીવન એમણે શોભાવ્યું છે, આપણને સૌને માયા સામે સતત વિજય મળે, સતત આપણો જીવનરથ પ્રગતિ કરતો રહે તે માટે આ દિવ્ય ગુરુહરિએ અનેક કષ્ટો વેઠીને આપણા સૌ માટે સારથિ પદ નિભાવ્યું છે.
જેમ શ્રીકૃષ્ણે અર્જુન અને રુક્મિણીનો રથ હંકાર્યો, જેમ ભગવાન સ્વામિનારાયણ દાદાખાચરના રથના સારથિ બન્યા, તેમ પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ સુખ-દુઃખના ખાડા-ટેકરા, મોહ-માયાના કાંટા-કાંકરા અને જય-પરાજયના ચઢાવ-ઉતાર ભરેલા જીવન માર્ગમાં આપણા જેવા લાખો ભક્તો ના જીવન રથનું, યોગ-ક્ષેમનું વહન કરી રહ્યા છે.
આપણા પર તેઓની આ અનંત અકારણ કૃપા જ છે.
તેઓની આ કૃપાનું ૠણ અનંત છે. રથયાત્રા પર્વે આવા સમર્થ સારથિ પરમ પૂજ્ય સ્વામીશ્રીનાં ચરણે નિરંતર એ જ પ્રાર્થના કરીએ :
'આપ સારથિનો સાથ સદાય સાથે રહેજો,
આપના સ્વરૂપમાં સદા નિર્દોષ બુદ્ધિ રહે એ વરદાન આપજો.'
- સાધુ નારાયણચરણદાસ
Vachanamrut Gems
Panchãlã-3:
Intelligence Without Introspecting on One's Flaws
"… On the other hand, someone may appear to be very intelligent, but if he does not introspect over his own flaws, then his intelligence should be known to be merely worldly…"
[Panchãlã-3]