પ્રેરણા પરિમલ
ભક્તવત્સલ સ્વામીશ્રી...
(તા. ૧૭-૦૪-૨૦૦૮,સારંગપુર)
આજે વલ્લભવિદ્યાનગરથી સાધુજીવન સ્વામી આવ્યા હતા. તેમણે અક્ષરપુરુષોત્તમ છાત્રાલયમાં વર્ષોથી રસોડામાં સેવા આપતા ચંદુ ભગતની નાજુ ક તબિયતની વાત કરતાં સ્વામીશ્રીને કહ્યું : 'ચંદુ ભગતની બંને કિડની ફેઈલ થઈ ગઈ છે. ડૉક્ટરોની સૂચના મુજબ તેમને નડિયાદની કિડની હૉસ્પિટલમાં દાખલ કર્યા છે.'
સ્વામીશ્રીએ ચંદુ ભગતની ચિંતા વ્યક્ત કરતાં પૂછ્યું : 'તેઓની સેવા માટે સાથે કોઈ ગયું છે?'
'હા, છાત્રાલયનો એક વિદ્યાર્થી અને તેમના એક સંબંધી તેમની સાથે જ છે.'
'પણ છાત્રાલયનો વિદ્યાર્થી ભણતો હોય તો એના બદલે બીજાને સેવામાં મોકલજો.'
'એને ભણવાનું અત્યારે બંધ છે.'
'તો વાંધો નહીં, પણ એમને કહેજો કે ચંદુ ભગતનું બરાબર ધ્યાન રાખે ને સેવા કરે. તમે રિપોર્ટ મેળવતા રહેજો. ચંદુ ભગતે બહુ સેવા કરી છે. અત્યાર સુધી રસોડું ચલાવ્યું છે. એટલે કંઈ પણ જરૂર હોય તો અમને પણ જણાવજો.'
નાનામાં નાના હરિભક્તની સંભાળ રાખવાનું સ્વામીશ્રી ચૂકતા નથી.
Vachanamrut Gems
Loyã-7:
Constituents of Bhakti
"Now, what constitutes bhakti? It is when one becomes brahmarup and performs the bhakti of the manifest form of God…"
[Loyã-7]