પ્રેરણા પરિમલ
પ્રાર્થનાનો ઇલાજ...
અમેરિકાના સ્ટેટન આયલેન્ડના બોરો હૉલ પ્રેસિડન્ટ મિ. રાલ્ફ જે. લેમ્બર્ટીએ સ્વામીશ્રીને 'કી ટુ અવર હાર્ટ' અર્પણ કરી સન્માન્યા. પછી તેમણે એ દિવસને 'પ્રમુખસ્વામી ડે' તરીકે જાહેર કર્યો.
તેમણે સ્વામીશ્રી પાસે એક ખાસ કાર્ય માટે આશીર્વાદ માગ્યા કે અમે ડ્રગ્સ નાબૂદીની ઝૂંબેશ ચલાવીએ છીએ પણ સફળતા મળતી નથી. આપ કંઈક એવો રસ્તો બતાવો કે અમે સફળ થઈએ.
સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજ સામે નિર્દેશ કરી કહ્યું : 'અમે ભગવાનને પ્રાર્થના કરીશું. તેઓ બધું સારું કરશે. કારણ સુપ્રિમ સત્તા ભગવાનની છે. આપણે પ્રયત્ન કરવો, ફળ ભગવાન પર છોડી દેવું. બધી દોરી તેમના હાથમાં છે, પ્રાર્થના કરજો, સફળતા મળશે.'
મિ. લેમ્બર્ટી તો આ સાંભળી દંગ જ થઈ ગયા. તેમણે કહ્યું : 'અમે ત્રણ પ્રકારે જંગ ખેલ્યો - શિક્ષણ, ટ્રીટમેન્ટ અને કાયદો (દંડ), આપે ચોથો ઉપાય 'પ્રાર્થના' બતાવ્યો. તેમાં અમને શ્રદ્ધા છે કે અમે સફળ થઈશું.'
સ્વામીશ્રી કહે : 'ભગવાનની પ્રાર્થનાથી બધા જ કામ સિદ્ધ થાય છે. સારાં કામ માટે પ્રાર્થના કરવી, ખરાબ કામ માટે નહિ.' (તા. ૩૦-૯-૮૮)
Vachanamrut Gems
Gadhadã II-60:
Result of Having a Grudge with Devotees
“… However, if one is hurt by the words of devotees of God – as if one has been shot in the heart by some arrows – and if a grudge develops from that hatred to such an extent that it is not resolved as long as one lives, then such a person is like an outcast. Even if such a person possesses virtues such as dharma and renunciation or performs austerities, it is all worthless. In fact, even if he endeavours in a million other ways, his jiva will not attain liberation.”
[Gadhadã II-60]