પ્રેરણા પરિમલ
બીજ બન્યું વટવૃક્ષ...
(તા. ૨૦-૫-૨૦૦૮, સારંગપુર) પૂજા પછી સ્વામીશ્રી ઉતારે પધાર્યા, મુલાકાતકક્ષમાં બેઠેલા તમામ હરિભક્તોને સ્વામીશ્રી મળ્યા. જેમાં એક ગામના મુખી પણ આવ્યા. દોઢેક મહિના પહેલાં સ્વામીશ્રીના હસ્તે તેઓએ દારૂ છોડ્યો હતો અને ત્યારપછી એમની શૂરવીરતા ભક્તિમાર્ગમાં વળી હતી. એમના જેવા ૫૧ શૂરવીર યુવાનોને દારૂ છોડાવવાનો તેઓએ નિયમ લીધો હતો અને અત્યારે પણ તેઓની સાથે કેટલાક દારૂ છોડનારાઓ હતા. સ્વામીશ્રી રાજી થયા અને કહ્યું : 'બસ, આ રીતે ચાલુ જ રાખજો. આખું ગામ સુખી થશે અને વ્યસન છૂટશે. ગામમાંથી કુસંગ અને કુસંપ નીકળી જાય એ આશીર્વાદ છે.'
Vachanamrut Gems
Loyã-7:
The Right to Offer Bhakti to God
"…Only one who is brahmarup has the right to offer bhakti to Purushottam."
[Loyã-7]