પ્રેરણા પરિમલ
વેરઝેર ન રાખવું...
(તા. ૯-૫-૨૦૦૮, સારંગપુર)
એક હરિભક્ત આવ્યા. આ વૃદ્ધ હરિભક્તના મુખ ઉપર અશાંતિ અને ગ્લાનિની લકીરો સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી. તેઓની વાણી પણ અસ્પષ્ટ હતી. તેમનું માનવું હતું કે, સાસરિયાંઓએ તેઓની દીકરીને મારી નાખી હતી. એને કારણે તેઓને અશાંતિ રહેતી હતી.
સ્વામીશ્રી કહે : 'અશાંતિ રહે એ સ્વાભાવિક છે, પણ ભગવાનની ઇચ્છા હશે એમ માની લેજો. શોક કરવાથી એના આત્માને પણ દુઃખ થાય અને વેરઝેર મનમાં રાખીએ તો આપણને અશાંતિ રહે. માટે મનમાં વેરઝેર ન રાખવું, કારણ કે ગયેલી વસ્તુ પાછી આવતી નથી. અશાંતિ રાખ્યે કામ ન થાય. માટે ભગવાનની ઇચ્છા રાખી એમનું ભજન અને પ્રાર્થના કરજો.'
Vachanamrut Gems
Loyã-14:
Not Trusting the Mind
"… 'Even an accomplished yogi should never trust his mind - even though he may appear to have conquered it.' …"
[Loyã-14]