પ્રેરણા પરિમલ
પલકારામાં અક્ષરધામ...
(તા. ૨૭-૦૩-૨૦૦૮, સારંગપુર)
સ્વામીશ્રીની આજ્ઞાથી વિદેશમાં સત્સંગનો પ્રચાર-પ્રસાર કરતા સંતો એક-બે દિવસમાં સારંગપુરથી વિદાય લેવાના હતા. આજે આ સંતો સ્વામીશ્રીના આશીર્વાદ લેવા પધાર્યા હતા. હળવા વાર્તાલાપ દરમ્યાન સ્વામીશ્રીએ સૌ સંતોને કહ્યું: 'હવે તો વિમાનમાં બેસીને આમ દેતાં અમેરિકા પહોંચી જવાશે.'
વિવેકમૂર્તિ સ્વામી કહે, 'અક્ષરધામમાં જવું હોય તો કેટલા કલાક થાય?'
સ્વામીશ્રી ચપટી વગાડતા હોય એમ કહે, 'વાર જ ન લાગે. આમથી આમ કરે એમાં પલકારામાં પહોંચી જવાય.'
જેમને અક્ષરધામ અણુમાત્ર છેટું ન હોય એવા ગુણાતીત સત્પુરુષ જ અક્ષરધામની ગતિ આટલી તેજ બનાવી શકે ને!
Vachanamrut Gems
Loyã-10:
Happiness due to Faith
"Also, if a person has faith, i.e., he believes, 'Whatever such a great Sant and God say is the truth; there is no doubt in it,' and with such a belief, he does as God and His Sant instruct him to do, then such a person remains happy…"
[Loyã-10]