પ્રેરણા પરિમલ
અમે તો સેવક છીએ...
અમેરિકામાં સત્સંગી યુવક સાથે તેનો એક ખ્રિસ્તી મિત્ર સ્વામીશ્રીનાં દર્શને આવ્યો હતો.
તેણે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો : 'હું ખ્રિસ્તી છું. અમે એમ માનીએ છીએ કે ભગવાન મનુષ્યરૂપે આવે તે જીસસરૂપે જ આવે છે. તો તમે કોણ છો ? ભગવાન કે મનુષ્ય ?'
સ્વામીશ્રીએ ઉત્તર આપ્યો : 'ભગવાન તો એક જ છે. અમે ભગવાનના દાસ છીએ. સેવક છીએ. સંત દ્વારા ભગવાનનો સંદેશો બધાને મળે છે. પણ ભગવાન તો એક જ છે. ભગવાન કોઈ થઈ શકે જ નહીં. અમે તો તેના સેવક છીએ.'
Vachanamrut Gems
Amdãvãd-2:
The Best Devotee
“… Therefore, one who, having discarded mãyik influences, becomes brahmarup and then worships God is the best devotee.”
[Amdãvãd-2]