પ્રેરણા પરિમલ
શોખ એક ભગવાન ભજવાનો...
ભગવાનનું ભજન કરવાનું તાન સ્વામીશ્રીને સહજ છે. સહેજ નવરા પડ્યા કે ભજન ચાલુ. હાથમાં માળા લઈ સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... ભજન રટણ ચાલુ થઈ જાય. વોલ્કીંગ કરે ત્યારે કીર્તનો-પ્રવચનો સાંભળતા થકા પણ પોતાનો નામરટણનો દોર તો ચાલુ જ હોય. હોઠ ફફડતા રહે, ચરણ ચાલતાં રહે ને તેમ છતાં વક્તાને કે કીર્તનિયાને પ્રતિભાવ અચૂક આપતા રહે.
એકવાર યુવકોએ સ્વામીશ્રીને પૂછ્યું : 'બાપા ! આપની હોબી શું ?'
સ્વામીશ્રી કહે : 'ભજન કરવું ને કરાવવું એ હોબી.'
૧૯૭૭માં લંડનમાં સુરેશભાઈ પટેલની નવી કાર-રીનોલ્ટમાં સ્વામીશ્રી પધરામણીએથી આવતા હતા. સુરેશભાઈએ પોતાના કારના શોખની સવિસ્તર વાત કરી ત્યારે સ્વામીશ્રી કહે : 'આપણે શોખ એક ભગવાન ભજવાનો રાખવો. '