પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫૨
મ્વાન્ઝા, તા. ૧-૪-'૭૦
બપોરે ૧-૦૦
બપોરની કથામાં વચનામૃત ગ.પ્ર. ૨૨ વંચાવીને યોગીજી મહારાજે વાત કરી :
'ગાવાવાળા દુનિયામાં ઘણાં છે. કંપાલામાં બે ગવૈયા આવ્યા હતા. હરિને ઓળખ્યા વિના મંડાણા તે ગાયું તે ન ગાયા જેવું છે.
સ્મૃતિએ સહિત ભજન કરવું શાસ્ત્રીજી મહારાજ જોયા છે કે નહિ? તેમાં અક્ષર અને પુરુષોત્તમ આવી ગયા. એવા સંત હોય તેમાં ભગવાન અખંડ રહ્યા હોય. આ તો બધા સમજે છે. અત્યારે અંધારખંડ (આફ્રિકા) નથી, ઊજળો ખંડ થઈ ગયો.'
- સાધુ ઈશ્વરચરણદાસ