પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૪૬
કંપાલા, તા. ૨૬-૩-'૭૦
સવારના ૫-૩૦ વાગે
જીંજાવાળા શ્રી નંદલાલભાઈના બનેવી શ્રી રામજીભાઈ (કેરીચોવાળા) પોતાનું નવું જ સ્ટીરીઓ કેસેટ રેકોર્ડર યોગીજી મહારાજની વાણી ઉતારી, પ્રસાદીનું કરવા લાવેલા. તે જોતાં જ સ્વામીશ્રી કહે :
'બહુ સારુ છે. હજાર શિલિંગનું હશે ?'
ક્ષણનો પણ વિલંબ કર્યા વગર, તુરત જ એ નવું નકોર રેકોર્ડર શ્રી રામજીભાઈએ સ્વામીશ્રીના ખોળામાં મૂકતાં કહ્યું, 'બાપા, આને આપ રાખી લ્યો.'
આ તક ઝડપી રહેલા શ્રી રામજીભાઈ સામું સ્વામીશ્રી જોઈ રહ્યા, રાજી થયા અને આશીર્વાદ આપતાં કહ્યું, 'આમાં શાસ્ત્રીજી મહારાજ, ગુણાતીત સ્વામી વગેરેની વાણી ઊતરશે. જે સાંભળશે તેનું કલ્યાણ થઈ જશે.'
ભલા, શાસ્ત્રીજી મહારાજ ને ગુણાતીત સ્વામીની વાણી અત્યારે ક્યાંથી લાવવી ? પણ તો શું - સ્વામીશ્રીની વાણી એ જ શાસ્ત્રીજી મહારાજની વાણી ? એ જ ગુણાતીતની વાણી ? અજાણતા સ્વામીશ્રીએ જ એનો એકરાર કર્યો. સામાન્ય પણ ટાણાની સંશય રહિતની સેવાથી સ્વામીશ્રી રાજી થયા. ગુરુના મનની વાત સાનમાં સમજીને, સેવા કરવાનો મહિમા ત્યારે સૌને સમજાયો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-36:
An extremely difficult feat
“… Of course, continuously engaging one’s vrutti on God is an extremely difficult feat. It is only those whose good deeds from many many lives have ripened who are able to do so. For others, it is very difficult, indeed.”
[Gadhadã II-36]