પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૧૯
નૈરોબી, તા. ૧૮-૨-'૭૦
સાંજે ૪-૩૦ વાગે ઉત્થાપનનાં દર્શન કરી, બાજુમાં ઓફિસમાં પધાર્યા. અહીં ખુરશી ઉપર બિરાજ્યા ટેબલ ઉપર Calculating Machine પડેલું, તેનાં ઉપર નજર પડતાં યોગીજી મહારાજે પૂછ્યું, 'આ શું છે ?' શ્રી એ. પી. પટેલને તે ચલાવી બતાવવા કહ્યું. એમણે તે ચાલતું કર્યું એટલે ફરી પૂછ્યું, 'આમાં શું હશે ?'
બહુ કુતૂહલતાથી સ્વામીશ્રી તે નિહાળી રહ્યા હતા.
મંદિરના ચોપડા હરિભક્તોની વિનંતીથી પ્રસાદીના કર્યા. હરિભક્તોએ અહીંની ચલણી નોટ, સ્વામીશ્રીને દૂરથી બતાવી. બાજુમાં રસીદ બુક પડેલી એના ઉપર સ્વામીશ્રીની નજર પડી. એટલે શ્રી ગિરધરભાઈએ તે પ્રસાદીની કરવા કહ્યું.
શ્રી ગિરધરભાઈનું નામ લખી ૫૧ શિલિંગ સેવા લખી, સહી કરી સ્વામીશ્રીએ રસીદ જાતે ફાડી અને એમને આપી.
પછી ચોગાનમાં ફરતા, સૌની વિનંતીથી મંદિરના દરવાજા બહાર રોડ ઉપર લગભગ દસેક ફૂટ દૂર પધાર્યા. અને ત્યાં ખુરશી ઊભી રખાવી, મંદિરને દૂરથી સારી રીતે નિહાળ્યું.
આમ, બપોરના ભાગમાં નાના પ્રકારનાં ચરિત્રો કરી સ્વામીશ્રી સૌને સ્મૃતિ આપતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-8:
Not controlling one's indriyas, the cause of misery
“A person who has not controlled his indriyas by vairãgya and swadharma remains miserable, despite staying in the company of God and His Bhakta.
[Gadhadã III-8]