પ્રેરણા પરિમલ
સત્સંગ સમુદાયનું કુટુંબ જેવું મમત્વ-૨
પ્રમુખસ્વામી મહારાજ વિદ્યાનગરથી વિદાય લઈ રહ્યા. અનેક વ્યસ્તતાની વચ્ચે ચરોતરના એક ગામમાં રહેતા એક યુવક સ્વામીશ્રી પાસે આવ્યો. તેને સ્વામીશ્રીએ કહ્યું, 'મેં એવું સાંભળ્યું છે કે તું વધારે પડતા ખર્ચા કરે છે, સાચું છે?' પેલો યુવક મૌન રહ્યો. બાજુ માં ઊભેલા સંતોએ કહ્યું કે, 'ખેતીવાડીમાં એ નવા નવા પ્રયોગ કરવા માગે છે, પણ મોટા ભાગના પ્રયોગમાં એ નિષ્ફળ જાય છે.'
સ્વામીશ્રીએ પૂછ્યું : 'શેની ખેતી કરે છે?'
'ટામેટી અને ભીંડાની.'
'એમાં કાંઈ વળ્યું ?'
'ના, ખોટ ગઈ.'
'આપણે વરસોથી જે ખેતી કરીએ છીએ ને જેનો અનુભવ છે એની જ ખેતી કરવાનું રાખ. તારે ત્યાં ડાંગર અને ઘઉં થતાં હોય તો એ કરજે, પણ શાકભાજી કરતો નહીં. ખોટા પૈસા ગુમાવવાની જરૂર નથી. મહેનત કરવી, કૂવો કરવો હોય ને એમાં પૈસા ખર્ચે એ બરાબર છે, પણ પ્રયોગ કરવા જાય ને એમાં જો કાંઈ ઊપજે નહીં, તો બીજી વખત વિચાર કરવો જોઈએ. ભાઈ પૈસા તો મોકલે, પણ સંકલ્પ એવો કર કે ચરોતર જેવી સારી જમીન છે તો ભાઈ પાસેથી પૈસા જ માગવા ન પડે. માટે આટલું ધ્યાન રાખજે.'
આટલી વ્યસ્તતાઓ વચ્ચે ગામડામાં રહેતા એક ખેડૂત યુવાનના વ્યવહારની સ્વામીશ્રીએ ચિંતા કરી.
Vachanamrut Gems
Gadhadã II-47:
The Vishays will Never Satisfy Us
“… Similarly, the indriyas have never become satisfied by the vishays, and they never will be. So, now, one should eradicate one’s attachment to the vishays…”
[Gadhadã II-47]