પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૫૯
સાંજે ઉકાળો પીધા પછી સભા ભરીને બેઠા હતા. સભામાં ગોરધનભાઈ હાથીભાઈનો ડ્રાઇવર બેઠો હતો. યોગીજી મહારાજે એને પૂછ્યું, 'આજે ગોરધનભાઈ ન આવ્યા ?'
'આજે તબિયત સારી નથી ને એટલે નથી આવ્યા.'
'એમને ગમે ત્યારે અહીં (દર્શને) લાવવા. (સામાન્ય રીતે આખો દિવસ આવવાની બંધી હતી) જૂના છે. એમણે શાસ્ત્રીજી મહારાજની બહુ સેવા કરી છે. ત્યારે કોઈ ન હતું. એ એકલા હતા...' સ્વામીશ્રીએ બહુ ભાવવાહી ભાષામાં ગોરધનભાઈની પ્રશંસા કરી હતી. શાસ્ત્રીજી મહારાજના મળેલા ખરા ને !
અહીં જૂહુ સ્કીમમાં કનુભાઈ અમીનના બનેવી, જો'બર્ગના રજનીકાંતભાઈના સુંદર બંગલામાં સ્વામીશ્રીનો ઉતારો હતો. છતાં સ્થાનિક હરિભક્તો દીનુભાઈ અમીન વગેરેને સ્વામીશ્રી પૂછવા લાગ્યા, 'અહીં કોણ કાર્યકર્તા છે ? બધું કોણ લાવે કરે છે ? કોણે માથે ઉપાડેલું છે ?... આ લાભ મળ્યો છે તે સેવા કરી લેજો. બધાંની સરભરા બરાબર કરશો. બધાંને જમાડજો કરજો. જોઈતું-કરતું, નાસ્તા-પાણી લાવી આપજો... ચીમનભાઈ, આપાભાઈ, બાલુભાઈ... આ સમૈયો છે તે લાભ લઈ લેજો... પછી 'ઈ કો' ના જેવું ન થાય...'
એમ કહી હસતા જાય ને વાત કરતા જાય...
'એક ગામમાં બધા ગરાશિયા રહેતા હતા. બહારથી કોઈ મહેમાન આવ્યા. પછી ડાયરામાં બધા કહેવા લાગ્યા 'મારે ત્યાં જમવા આવજો.' બધાએ કહ્યું પછી મહેમાને પૂછ્યું કે મારે કોને ઘેર જવું, ઈ કો.' તે કોઈ બોલ્યું નહિ. એમ ન કરવું...' સ્વામીશ્રીએ આ વાત કરી સૌને ખૂબ ગમ્મત કરાવી અને સેવામાં પ્રેર્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-11:
Which Forms of God Should be Meditated Upon?
"Moreover, one should only meditate on the form of God that one has attained, not on the forms of the previous avatãrs…"
[Loyã-11]