પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૭૫
મુંબઈ, તા. ૨૧-૧૦-૧૯૬૯
સાંજે યોગીજી મહારાજ આગળ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ લાવીને બતાવી તો કહે, 'મારી છે, શાસ્ત્રીજી મહારાજ નથી.' બધા કહેવા લાગ્યા કે 'બાપા ! આ શાસ્ત્રીજી મહારાજ છે.' તોપણ કહે : 'અમારી છે.' કોઈ રીતે માન્યું નહિ.
બીજે દિવસે સવારે ઊઠીને પણ શાસ્ત્રીજી મહારાજના ફોટાને જોઈને સ્વામીશ્રી કહે, 'આ મારી મૂર્તિ છે.' પછી નાનો ફોટો બતાવ્યો ને કહ્યું કે આના ઉપરથી આ બનાવ્યો છે. ત્યારે કહે, 'હાં, હવે બરાબર.' પછી ફરી પૂછ્યું ત્યારે કહે, 'અમારી જ મૂર્તિ છે...' ગુરુ સાથે આવો તાદાત્મ્યભાવ સેવતા સ્વામીશ્રી આજે અલૌકિક ભાવમાં બોલી રહ્યા હતા. વારંવાર એક જ જવાબ મળ્યો ત્યારે સૌને શાસ્ત્રીજી મહારાજનાં અંતિમ વચનો સાંભરી આવ્યાં કે 'હું તે યોગી ને યોગી તે હું.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-6:
The Root of All Flaws and the Root of All Virtues
Shriji Mahãrãj answered, "All flaws reside in the flaw of identifying one's self with the body. If that is abandoned, all flaws are abandoned. Furthermore, if the sole virtue of ãtmã-realisation, i.e., realising oneself as the ãtmã, distinct from the body, is developed, then all virtues will develop."
[Loyã-6]