પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૬૭
મુંબઈ, તા. ૬-૧૦-૧૯૬૯
આજે ઉકાળાપાન પછી ઈડરના મહારાજા સાહેબ યોગીજી મહારાજનાં દર્શને આવ્યા હતા. તેઓ અહીં અવારનવાર દર્શને આવતા અને સ્વામીશ્રી પ્રત્યે ખૂબ સદ્ભાવ રાખતા. સ્વામીશ્રી પ્રસાદીના હાર આપે તે ઘરે લઈ જાય, એક પણ ગુલાબની પાંખડી નીચે પડવા ન દે. આજે સ્વામીશ્રીએ એમને જમવાનું ખાસ આમંત્રણ આપ્યું.
'શું જમશો ?' સ્વામીશ્રીએ પૂછ્યું.
'ઓર્ડિનરી.'
સ્વામીશ્રીએ બે-ત્રણ વાર પૂછ્યું. પછી સંતોને સૂચના આપી. તે પ્રમાણે ઢાંકી રાખવા કહ્યું અને ત્રણ-ચાર માણસોને પણ લાવવા કહ્યું. હરિભક્તો પાસે સત્સંગની વાતો કરાવી. સંતો પાસે 'હરિગુણ ગાતા...' એ કીર્તન ગવરાવ્યું. સ્વામીશ્રીને આરામનો સમય થઈ ગયો હતો, એટલે સંતોએ કીર્તન અડધેથી બંધ રાખ્યું. સ્વામીશ્રીએ એ કીર્તન પૂરું ગવરાવ્યું. પછી એનો મહિમા સમજાવતાં કહ્યું :
'આ કીર્તન રોજ કેમ ગવરાવીએ છીએ, ખબર છે ? શાસ્ત્રીજી મહારાજ બહુ ગવરાવતા. આ હિંમતનું કીર્તન છે. એ વખતે ઘણી મુશ્કેલી. તે શાસ્ત્રીજી મહારાજ સંતોને સમજાવે - વસુદેવ દેવકીના જેવું ક્યાં આપણે દુઃખ છે ? આ કાઢી મૂકે કે મારે એ દુઃખ ન કહેવાય, એમ હિંમત આપી તો મંદિરો થયાં. ને હિંમત ન રાખી હોત તો આવું કાર્ય થાત ? હિંમતે મર્દા તો મદદે ખુદા. 'હિંમત સે હરિ ઢૂંકડા, કાયર સે હરિ દૂર.' હિંમત ન હારવા માટે કીર્તન. કોઈ કામ ઉપાડીએ - ફળીભૂત ન થઈએ, તો પડ્યું ન મૂકવું. શાસ્ત્રીજી મહારાજ બળ આપતા.' પછી આરામમાં પધાર્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-8:
Overcoming One's Swabhavs
Shriji Mahãrãj replied, "A recently formed swabhãv is overcome by staying in the company of a pious sãdhu and by making a little effort to eradicate it…"
[Loyã-8]