પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૬૬
મુંબઈ, તા. ૬-૧૦-૧૯૬૯
આજે વચનામૃત ગઢડા પ્રથમનું ચોત્રીશમું વંચાતું હતું. એમાં મહારાજની મૂર્તિનું વર્ણન સાંભળતાં યોગીજી મહારાજે કહ્યું, 'મહારાજ વાત કરતી વખતે પાઘ પહેરી રાખતા, ઉતારતા નહિ.' એમ સૂક્ષ્મદર્શન સૌને કરાવ્યું.
નાહતી વખતે રોજ બીજે દિવસે ઉપવાસ કરવારનું લિસ્ટ તૈયાર થાય. આજે ચોસઠ ઉપવાસીની યાદી થઈ હતી. ભરત મહેતા એમના એક પાડોશી પંજાબી ભાવિક સદ્ગૃહસ્થને સ્વામીશ્રીના દર્શને લઈ આવ્યો હતો. એમને આવતાવેંત જ સ્વામીશ્રીએ ઉપવાસ કરવાની આજ્ઞા કરી. એમણે હા પાડી. પછી સહેજ કહ્યું :
'આજે મારે ઉપવાસ છે.'
'કેમ ?'
'સોમવાર છે.'
'બીજો કરી નાંખો !'
'હા.'
પોતાનું વચન અધ્ધર ઝીલનાર આ પંજાબી ભક્ત ઉપર સ્વામીશ્રી એકદમ રાજી થઈ ગયા અને આશીર્વાદનો થાપો આપ્યો. 'લ્યો, બે કીલો બળ,' એમ કહી વિશેષ રાજીપો બતાવ્યો. યુવકો સ્વામીશ્રી પાસે રમૂજમાં કિલોના માપથી બળ માંગતા. સ્વામીશ્રી એમને રાજી કરવા કિલોબંધ બળ આપતા. આધ્યાત્મિક-માનસિક બળનાં આવાં તોલમાપ સ્વામીશ્રી જેવા પુરુષ સિવાય બીજે ક્યાં જડે ? સ્વામીશ્રી યુવકોને ખૂબ લાડ લડાવતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-6:
The Sticky Nature of the Chitt
"… The nature of the chitt is similar to this; it sticks to whatever object it recalls. In fact, the chitt even attaches itself to things that are utterly insignificant, such as stones, or rubbish, or dog excrement - things in which there is not even the slightest pleasure. If it recalls such useless things, it will then also contemplate upon them. Such is its sticky nature."
[Gadhadã II-6]