પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૬૫
એક યુવક યુ.કે.થી આવ્યો હતો. એમને યોગીજી મહારાજને મળવું હતું અને આશીર્વાદ લેવા હતા. શ્રીહરિ સ્વામીએ સ્વામીશ્રીને એમની ઇચ્છા જણાવી ને કહ્યું કે એમને બહુ ઉતાવળ છે. ઘણું કરીને તો ભક્તાધીન સ્વામીશ્રી કોઈની આવી ઇચ્છાઓ સરળતાથી પૂરી કરતા, પણ આજે સ્વામીશ્રી કંઈ જુદા ભાવમાં આવી ગયા.
'આશીર્વાદ લેવા હોય તો સાંજે ચાર વાગે આવજો. ઉતાવળે આશીર્વાદ ન અપાય ને ઉતાવળે આશીર્વાદ આપીએ તે ફળે પણ નહિ. કોઈની પાસેથી આપણે પૈસા લેવા હોય તો ઉતાવળ કરીએ - દે, દે દે..., તો ન આપે, પણ ધીરેથી જઈએ તો મળે. તેમ આશીર્વાદ લેવા હોય તો ઉતાવળ ન કરાય. શાંતિથી અપાય... તમે લંડનથી આવ્યા... ત્યાં કેટલું રહ્યા ?'
'ચાર વર્ષ.'
'તો એક દિવસ અમારે માટે કાઢો. તમારે ઉતાવળ... ને હું માંદો. બે વાત કેમ બને ? સાંજે નિરાંતે આવજો.'
સ્વામીશ્રીએ ખૂબ હેતથી છતાં સ્પષ્ટતાથી આશીર્વાદ મેળવવાનો વિધિ અને એનું ગૌરવ સમજાવ્યાં. આશીર્વાદનો ખપ હોય તો મહિમાપૂર્વક પ્રયત્ન થાય, નહિ તો પછી એ આશીર્વાદનો પ્રકાર અને ફળ માત્ર ઔપચારિક બની રહે છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-10:
Atma Contemplation Like That of King Janak
"… Similarly, a devotee with gnãn like Janak, harbours the thought, 'I am the ãtmã - pure, chetan, unchanging, the embodiment of bliss, and imperishable. Vishays like women and other things, however, are full of misery; they are vain, perishable, and jad.' With this thought, he believes only his own self, the ãtmã, as being the embodiment of bliss. Also, he believes, 'The pleasure and pleasantness which are apparent in the vishays - i.e., sounds, touch, etc. - are only experienced due to the ãtmã. But, when the ãtmã leaves the body, that which was once pleasurable becomes miserable.' He contemplates upon his ãtmã in this manner."
[Loyã-10]