પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૫૬
મુંબઈ, તા. ૨૭-૯-૧૯૬૯
વહેલી સવારે યોગીજી મહારાજ પાસે વચનામૃત કે અન્ય ધાર્મિક સાહિત્યનો પાઠ થતો. હાલ 'સ્વામિનારાયણ પ્રકાશ'માં 'સ્વામિનારાયણ શાથી ?' - શ્રી નાનુભાઈ દવેના લેખનું ૧૩મું પ્રકરણ વંચાતું હતું. એમાં શબ્દો આવ્યા 'ધણીની ઇચ્છા પ્રમાણે રહીએ...' 'હરિની મરજી હોય એમ થાય...' તે સાંભળી સ્વામીશ્રી કહે, 'આ આપણી વાત આવી. ધણીની ઇચ્છા પ્રમાણે રહેવું.'
'બધાં આપને ધણી કહે છે.' મેં કહ્યું.
'ધણી તો ઇષ્ટદેવ સહજાનંદ સ્વામી એક છે.' સૂતાં સૂતાં, તાળી વજાડતા સ્વામીશ્રી અંતરના ઊંડાણમાંથી બોલ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Panchãlã-3:
The Intelligence
"… In comparison, someone else may possess only a little intelligence, but if, after realising his own flaws, he attempts to eradicate them, then even his limited intelligence is useful in attaining liberation. In fact, only he can be called intelligent…"
[Panchãlã-3]