પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૨૮
મુંબઈ, તા. ૨૭-૧૨-'૬૭
સવારના કથા-પ્રસંગમાં વચનામૃત વરતાલ બારમું વંચાતું હતું. એમાં કહ્યું છે, 'જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે મને તો ભગવાન મળ્યા, તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમ પદને પામશે.'
એ સંદર્ભમાં યોગીજી મહારાજ કહેવા લાગ્યા કે 'કેશવચંદ્ર અમીન કલકત્તા ગયા તો ત્યાં જેને એમનો સંબંધ થયો તે સર્વનું કલ્યાણ થઈ ગયું...'
એ સાંભળી ઈશ્વરભાઈ કહે, 'આપ પવઈમાં ઝાડ નીચે બેઠા હતા તે ઝાડનું પણ કલ્યાણ થઈ ગયું ને...'
'કોણ ના પાડે છે...' એમ ખૂબ સહજતાથી છતાં પડકારીને સ્વામીશ્રી બોલી ઊઠ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-6:
The Foundations of All Endeavours
"Of the dharma-related endeavours, if one maintains the vow of non-lust, all other endeavours will develop. Of the God-related endeavours, if one keeps the conviction of God, then all of the others will develop."
[Loyã-6]