પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૫૪
'ચચાણામાં આપનું વેલણ, પાટલી વગેરે છે.' બપોરે ઠાકોરજી જમાડતા મેં કહ્યું.
'અમે તો ગામડે ગામડે રસોઈ કરી છે. અમે સાથે ચાળણી, વેલણ, તબેથો ને બે ગરણાં - એક લોટ ચાળવા, ને એક દાળ-ચોખા સાફ કરવા રાખીએ. નામ લખી રાખીએ ને પછી કામ થઈ જાય એટલે ખંખેરીને મૂકી રાખીએ. આટલી વસ્તુ સાથે રાખવાની જ...'
રસોઈની વાત નીકળી એટલે પોતે કહેવા લાગ્યા, 'અમે પહેલાં ભીંડાનું શાક ખાતા...'
'સરગવાની શીંગ...' અમે યાદ કરાવ્યું.
'હા, એ પણ. બડથલ કરતા. તુવેર હોય તે બાફીને ખાંડી નાંખીએ ને પછી ચણાનો લોટ, મીઠું-મસાલો કરીને સરસ બનાવીએ...'
'મગ ભાવે ?'
'સર્વધર્માન્ પરિત્યજ્ય...' યોગીજી મહારાજે સર્વ પરિત્યાગની વાત કરી વાતને ટાળી દીધી. વાર્તાલાપમાં એમની કળાને કોઈ ન પહોંચે. જેટલું કહેવું હોય એટલું કહે. ઓછું પણ મુદ્દાસર બોલે. આડી અવળી વાત લંબાવે નહિ. માનસશાસ્ત્રના જાણે નિષ્ણાત હોય એમ એવી કળાથી વાત કરે કે વાતની ધારી અસર - સચોટ અસર સાંભળનાર ઉપર પડે જ ! 'પબ્લિક સ્પીકિંગ'નો કોર્સ એમણે કર્યો નહોતો. છતાં સભામાં વાત કરવાની એમની છટા ને ભાવ સૌને રંજન કરી દેતા. સભા પ્રમાણે વાત અને વિષય છેડે. વીસ કે પચ્ચીસ મિનિટથી વધારે વાત ન કરે. બહુ મોટી સભા હોય ને મોડું થતું હોય તો પાંચ મિનિટ જ બોલે, પણ સૌનાં મન જીતી લે. વચનામૃતના કથાપ્રસંગમાં ક્યારેક મુદ્દાની વાતો કાઢે, પણ પિસ્તાલીસ મિનિટથી વધારે તો નહિ જ. એમનું પ્રવચન કે પછી વાર્તાલાપ સદા આનંદદાયક અને પ્રેરક બની રહેતા. ત્યારે સૌને આ સર્વજ્ઞ પુરુષનો મહિમા સમજાતો. કારણ, સભામાં બેઠેલાં સૌના મનની કિતાબ ખૂલી જતી. મૂંઝવણો દૂર થતી. સંશયો છેદાઈ જતાં અને પ્રેરણાનાં પીયૂષપાનથી શાશ્વત શાંતિનો અનુભવ થતો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-6:
Observing the Moral Do's and Don'ts
"… Similarly, although at the time there may not seem to be any benefit in observing the moral do's and don'ts, one who does observe dharma by the command of a great Purush ultimately attains liberation - just as one receives cash from drafts."
[Gadhadã II-6]