પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૫૩
મુંબઈ, તા. ૨૬-૯-૧૯૬૯
આજે સવારે પૂજામાં માણેકલાલ શેઠ બદામપૂરી, પેંડા વગેરે બહુ પ્રસાદ લાવ્યા. યોગીજી મહારાજે પૂજા કરતાં કરતાં વિનોદભાઈને પૂછ્યું, 'આટલું બધું શું છે ?'
'આજે અમારા નાના બાબાનો જન્મ દિવસ છે.'
'બીજું કાંઈ છે ?' બે વાર પૂછ્યું. વિનોદભાઈ કાંઈ બોલ્યા નહિ. પછી ધીરેથી કહે, 'આજે મારા માતુશ્રીની તિથિ છે.'
'એમ કહો ને,' વાતનો મેળ મળતાં સ્વામીશ્રી વિશેષ પ્રસન્ન થયા અને કહે : 'આપણે માંદા પડ્યા તે ત્રણ ફાયદા થયા. એક તો રસોઈના ઢગલા, બીજું પ્રસાદના ઢગલા ને ત્રીજું સૂવાના ઢગલા !' એમ કહી આખી સભાને ખડખડતી કરી મૂકી. દરેક વાતમાં સ્વામીશ્રી કંઈ ને કંઈ ગોતી કાઢતા અને સૌને આનંદ કરાવતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-6:
Reinforcing the Conviction of God
"Thoughts regarding one's conviction of God should never be altered. In fact, it would be beneficial if they are repeatedly reinforced by listening to the greatness of God. Repeatedly altering them, however, would be detrimental…"
[Loyã-6]