પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૫૨
યોગીજી મહારાજને ઊંઘના એક ઇલાજ તરીકે ડૉક્ટરોએ બદામ, ઇલાયચી અને સાકર ખાવા સૂચવ્યું. આજે ડૉક્ટરોની હાજરીમાં એ પ્રયોગ કર્યો. ધીરે ધીરે જાણે મમળાવતા હોય એમ ચાવતાં ચાવતાં એકાદ બદામ, ઇલાયચી ને સાકર જમતા હતા. પછી પોતાની લાક્ષણિક શૈલીમાં હાથ ઊંચો કરીને ડૉક્ટરોને બદામ વગેરે વહેંચવા લાગ્યા, પછી જાણે બીતાં બીતાં બોલતા હોય એમ પૂછવા લાગ્યા, 'જિંદગીમાં પહેલીવાર બદામ ખાધી. કોઈ દી' ખાધેલી નહિ. વાંધો તો નહિ ને ? ઇલાયચી પણ ખાધેલી નહિ. નિયમ ખરો ને ! કાંઈ બાધ નહિ ને ?' એવા તો નિર્દોષભાવે સ્વામીશ્રી પૂછી રહ્યા હતા કે જાણે કોઈ મોટો અપરાધ ન થઈ ગયો હોય !
'બાપા ! આ તો દવા તરીકે છે એમાં કાંઈ વાંધો નહિ,' ડૉ. ભગુભાઈએ નમ્રતાથી કહ્યું. ત્યારે સ્વામીશ્રીએ થોડી હાશ અનુભવી, પણ ફડકો સંપૂર્ણ તો મટ્યો નહિ. અલ્પવચનના પાલન ઉપર પણ આટલું તાન !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-55:
I do nothing for my own personal enjoyment
“… In fact, all of My activities are for the sake of the devotees of God; there is not a single activity which I perform for My own personal enjoyment.”
[Gadhadã II-55]