પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૫૧
મુંબઈ, તા. ૨૪-૯-૧૯૬૯
સંધ્યાટાણે સંતો યોગીજી મહારાજના પગે માલિશ કરતા હોય, બીજું કોઈ ઓરડામાં હોય નહિ. સ્વામીશ્રી આ સમયે અચૂક કંઈ ને કંઈ વાતો ઉખેળતા. કંઈ સૂચનો પણ આપતા. ટકોર પણ કરતા. આજે કહેવા લાગ્યા :
'સવારે આરતીમાં નગારું વગાડવું... મહાપૂજામાં વગાડવું...'
'છગનભાઈ ના પાડે છે.'
'શું કામ ના પાડે છે ? એમાં મને કાંઈ તકલીફ નથી. આરતીમાં નગારું વાગવું જ જોઈએ. જુઓ, આ ગણપતિવાળા અવાજ નથી કરતા? (રેકોડ્ર્સ મોટેથી વાગતી હોય એ અવાજ.) એમાં કાંઈ નહિ...' એમ દલીલ કરી, આરતીમાં નગારું વગાડવાનું ચાલુ કરવાની બહુ ભલામણ કરી. આરતી પ્રસંગે ઘંટડી, ઝાલર, નગારું ને ઘંટારવ થવો જ જોઈએ, એવો સ્વામીશ્રીનો ખાસ આગ્રહ રહેતો. પોતે મહાપૂજામાં બેઠા હોય તો ઘંટનાદ વારે વારે કરે. ગોંડલ શાસ્ત્રીજી મહારાજના ઓરડામાં દર્શને જાય. ત્યાં ઘંટડી પડી હોય તો તુરત વગાડે. સભામંડપમાં ઠાકોરજી પાસે પણ દર્શન કરતા. બાજુમાં પડેલી ઘંટડી હાથમાં લઈ અચૂક વગાડે. કોઈ વિધિ-કર્મકાંડ ચાલતો હોય તોપણ ઘંટડી ઉપર એમની પહેલી નજર પડે અને જરૂરથી વગાડે. ઘંટનાદ-ડંકાનાદના પ્રિય સ્વામીશ્રી, હંમેશાં દરેક કાર્યમાં બ્રહ્મનાદ કરતાં કહેતા કે 'ડંકો મારવો છે !' કોઈ કામ મોળું એમને ગમતું નહિ, એટલે ઉત્સાહમાં ડંકા વારંવાર પોતે વગાડતા અને સૌને જાગ્રત રાખતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Panchãlã-1:
The Superiority of the Bliss of God
"… Similarly, God has created happiness for Brahmã and others; so it is obvious to an intelligent person that compared to those, the bliss of His own abode must be far more superior. An intelligent person, then, can infer that there is an extreme abundance of bliss in the abode of God. As a result, the alluring vishays become repulsive for him."
[Panchãlã-1]