પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૪૯
મુંબઈ, તા. ૨૧-૯-૧૯૬૯
આજે સવારે એક યુવક અમેરિકા જઈ રહ્યો હતો. યોગીજી મહારાજે એને વર્તમાન ધરાવ્યા. કંઠી પહેરાવી. આશીર્વાદ આપતાં કહ્યું, 'શાકાહારી રહેજો. કોઈનો સંગ થવા દેશો નહિ...'
અમેરિકા જતા ઘણા યુવકોને સ્વામીશ્રી પાછા આવવાનું કહેતા, 'ત્યાં રોકાઈ ન પડવું.' ઘણીવાર પોતે કહેતા : 'આપણા પચાસ હજાર છોકરા ત્યાં જતા રહ્યા છે. આપણી સરકાર પણ કંઈ નથી કરતી. ત્યાં બધાં શું કામ જતા હશે ? આપણા દેશમાં ભણવાનું નથી ?'
બપોરે જમીને ઊઠતાં કહે, 'પચાસ વર્ષ ખાધું, હવે તમે બધા ખાવ-પીઓ. અમે તો ખાય-પી ઊતર્યા.' જમતાં જમતાં પણ ઘણીવાર કહે, 'આ એકનું એક મોળું-ફીકું ખાવાનું, સ્વાદ માત્ર નહિ.' એમ કહેતા જાય અને દૂધીનું શાક ને ફૂલકા જમતા જાય ને મનમાં ને મનમાં હસતા જાય. હમણાં હમણાં દાળ-શાકમાં ટમેટા નાંખવાની પણ બિલકુલ ના પાડતા.
'ટમેટા વગર દાળ ફીકી થાય.' યોગેશ્વર સ્વામીએ કહ્યું.
'ભલે ફીકી થાય, પણ ટમેટા નાખવા નહિ...' સ્વામીશ્રીએ કહ્યું. આમ રસોઈનો અનાદર કરતા અને સંભાવના પણ બતાવતા, પણ અનાદર એમને કોઠે પડી ગયો હતો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-10:
The Experiences of a Person With the Gnan of & Attma and Paramatma
"… Such a person, even if he is amongst people, feels as if he is in the forest; and though he may be in the forest, he experiences more happiness there than one does from ruling a kingdom."
[Loyã-10]