પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૪૭
મુંબઈ, તા. ૧૮-૯-૧૯૬૯
સવારના કથા-પ્રસંગમાં યોગીજી મહારાજે કારિયાણીનું નવમું વચનામૃત વંચાવ્યું. એક સંત સામે જોઈને કહે, 'કેમ બોલતા નથી... કંઈક લાગે છે...!' પછી એમની પાસે વચનામૃતની લીટીઓ બોલાવી. બરાબર ધ્યાન આપવા કહ્યું. પછી ભગતજી મહારાજની વાત કરી : 'ગોરધનભાઈ કોઠારીએ બેચર ભગતને ઠપકો આપેલો તે રીસ ચઢી ગઈ. પછી ભગતજી મહારાજે લોયાનું સત્તરમું વચનામૃત વંચાવ્યું ને 'ટાટ' (ટાઇટ) કર્યા. ગોરધનભાઈની માફી મંગાવી. પછી મહાપુરુષદાસ (નામે) સાધુ થયા.' કથા-પ્રસંગમાં સ્વામીશ્રી અનેકવાર અંતર્યામીપણે સૌના સંકલ્પ પકડી, પ્રેરણા આપતા, બળ આપતા.
પછી બધા સંતોને પૂછ્યું, 'અમે સાજા થઈએ તેની માળા ફેરવો છો ?' અગિયાર માળા ફેરવવા કહ્યું, 'જલદી સાજા થઈ જઈએ...'
રોજ રાત્રે સ્વામીશ્રી પૂછતા, 'કંઈ સારા સમાચાર છે ?' સંતો કંઈક નવીન સમાચાર આપે. કંઈ સમાચાર ન હોય ત્યારે સૌ મૂંગા બેસી રહે, કંઈ બોલે નહિ. એટલે સ્વામીશ્રી શિખવાડતા કે કંઈ સમાચાર ન હોય તો એમ કહેવાનું કે 'આપ સાજા થઈ જાવ, ઈ સારા સમાચાર...'
જીવને ભગવાન ભજવાની કે પ્રગટની ભક્તિ કેમ કરવી... એ કંઈ ગમ પડે એમ નથી, પણ મોટા પુરુષ અનુગ્રહ કરી, એ રીત પણ આપણને શિખવાડે છે. જીવને ભગવાનમાં જોડવાની સ્વામીશ્રીની કોઈ અજબ રીત હતી !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Panchãlã-3:
Treating the Indriyas and Antahkaran Like Criminals
"Moreover, just as the British arrest a criminal and keep him standing in a witness box to question him, without freeing him or trusting him, in the same way, the indriyas and the antahkaran should be kept in a witness box and in chains in the form of the niyams of the five religious vows, and then they should be made to offer bhakti to God. They should not, however, be given any gratitude; they should be looked upon only as enemies…"
[Panchãlã-3]