પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૪૪
મુંબઈ, તા. ૧૩-૯-૧૯૬૯
આજે વહેલી સવારે ૪.૪૫ વાગે ગુણવંતભાઈ અને બીજા સેવકોને વાત કરતાં યોગીજી મહારાજે કહ્યું, 'પચાસ વર્ષ સેવા કરી છે. સારંગપુરમાં પ્રદક્ષિણાના પાયા પૂરતા ને પથ્થરા નાંખતા. ધનજીભાઈ (યજ્ઞપ્રસાદ સ્વામી) તે વખતે ચૂનાની ચક્કી કરતા. બે-ત્રણ રૂપિયા લે ને આખો દી' ચૂનાની ચક્કી કાઢે. બળદ એના. પછી મેં એને બહુ વાતો કરી. ધનજીભાઈ કહે : દેવશીભાઈ સાધુ થાય તો હું થાઉં. દેવશીભાઈ કહે : હું નહિ પણ મારા બે દીકરા છે એને સાધુ કરો. પછી બદલામાં બે દીકરા આપ્યા. પછી ધનજીભાઈને ત્રણ વરસ વાતું કરી તે થયા. કેવા એકાંતિક થઈ ગયા !... સાધુ તો મંડીએ તો થાય. એમનેમ ન થાય. વાતો કરવી પડે...'
સવારે ઉકાળો પીતી વખતે સત્યપ્રિય સ્વામીને સંભાર્યા, 'ક્યાં છે ? શા સમાચાર છે ?' ડૉક્ટર સ્વામીએ કહ્યું કે વિદ્યાનગર છે. સ્વામીશ્રી કહે, 'મને વાત કરવી જોઈએ. આપણા સંત ક્યાં છે ? કેમ છે ? મને ખબર આપવી જોઈએ ને!'
નિષ્કુળાનંદ સ્વામીએ સાચે જ કહ્યું છે :
'વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનની રે,
એવું બીજું કોણ દયાળ, કાંરે મનાય નહિ મનને રે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-14:
Shriji Mahãrãj Dislikes Those...
"… I have a strong dislike for those who have anger, egotism or jealousy…"
[Loyã-14]