પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૪૨
મુંબઈ, તા. ૧૦-૯-૧૯૬૯
રાત્રે ઉકાળો પીતી વખતે કોઠારી ભક્તિપ્રિય સ્વામી આવ્યા. એમને પ્રસાદી આપી. કોઠારી સ્વામીએ રાખી મૂકી. એ જોઈ યોગીજી મહારાજ કહે, 'પ્રસાદી તરત ખાઈ જવી, રાખી ન મુકાય. નહિ તો કોઈ ભાગ પડાવે...' મને મૂઠી ભરીને દ્રાક્ષ આપવા લાગ્યા. દ્રાક્ષ થોડી હતી એટલે મેં લેવાની આનાકાની કરી. તો સ્વામીશ્રી કહે, 'ખાવને! ખાધે ખૂટશે નહિ, બમણું આવશે...' પછી વરસાદના સમાચાર પૂછ્યા. વરસાદ સારો થયો હતો એથી રાજી થયા ને કહે, 'પૂર્વા નક્ષત્ર છે તે વરસાદ સારો થશે...' વરસાદની ૠતુમાં સ્વામીશ્રી નક્ષત્રો પ્રમાણે વરસાદની આગાહી કરતા.
સૂતાં પહેલાં ઊંઘની ગોળી લેતા હતા. સૌએ કહ્યું, 'બાપા, અમારી ઊંઘ લો.'
'આપણે બીજાની ઊંઘ ન જોઈએ. ગોળીની જ ઊંઘ જોઈએ!' સ્વામીશ્રીએ સૌના મનોરથ મોળા પાડી દીધા. ભક્તોનું કષ્ટ તો પોતે લીધું હતું, તો વળી પાછું એમને કાં વહેંચે ?
ઉકાળો પીતી વખતે બેઠા હતા ત્યારે સ્વામીશ્રી કહેવા લાગ્યા, 'આ બધા પચાસ હજાર છોકરા અમેરિકા જતા રહ્યા. આપણે એને સાધુ કરવા'તા! કેવા શોભે ! આપણે ત્રણ સંકલ્પ છે એક તો દરેક મંદિરમાં સો સો સાધુ કરવા. પચાસ મંદિરમાં રહે ને પચાસ ફરે, વાતું કરે... તો બીજા સાધુ થાય. એમનેમ ન થાય. વાતું કરવી જોઈએ તો થાય ને...' પોતાના સંબંધમાં આવનાર હરકોઈને અગર કોઈ પણ ભણેલા-ગણેલા સંસ્કારી યુવાનને સ્વામીશ્રી સાધુના સ્વાંગમાં જ જોતા. દરેકને સાધુ બનાવવાનું જ એમને તાન જણાતું. આખરે તો ગુણાતીત સંત ખરા ને !
શિખંડની રસોઈ હતી. એ જોઈ જૂની વાત સંભારતાં કહે, 'શાસ્ત્રીજી મહારાજે સારંગપુરમાં શિખંડ જાતે બનાવેલો. અમે તાજપુર જવાના હતા તે રોકાયા ને શિખંડ જાતે બનાવ્યો ને મને પત્તર ભરીને જમાડ્યો. ને પછી સાંજે અમે તાજપુર ગયા. શાસ્ત્રીજી મહારાજ જાતે શિખંડ બનાવતા. આગલે દિવસે દૂધ ગરમ જાતે કરે, પછી ઠારે, પછી આખરીને રાત્રે બાંધી દે. તે સવારે સરસ થઈ જાય...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-17:
Attributes of One Who Has an Aversion for the Panchvishays
Thereupon Nityãnand Swãmi asked again, "How can one recognise someone who has an aversion for the panchvishays?"
Shriji Mahãrãj answered, "A person with an aversion for the panchvishays can be recognised by the following characteristics: When he receives sumptuous food, he would eat it, but he would not enjoy it as much as he would enjoy eating simple food. In fact, he would be troubled by it. Also, he would become upset wearing fine clothes; he would not enjoy them as much as he would enjoy wearing tattered, coarse clothes. In fact, his mind becomes troubled by fine clothes. If he were to receive a luxurious bed, or if someone were to honour him, in fact, if he were to receive any sort of pleasant object, his mind would become troubled by it; in no way would he be pleased by it. On seeing such a person, one should realise, 'He has an aversion for the vishays.' "
[Loyã-17]