પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૪૧
મુંબઈ, તા. ૯-૯-૧૯૬૯
રાત્રે ઉકાળો પીતી વખતે યોગીજી મહારાજે વરસાદના સમાચાર પૂછ્યા. મેં કહ્યું કે પહેલાં આપ ઉકાળો પી લો, પછી વાંચીએ. સ્વામીશ્રી કહે, 'ના, તમે સંભળાવો.' એવામાં મહારાષ્ટ્ર રાજ્યના મંત્રીશ્રી નારણરાવ પાટીલ આવ્યા. એમને મળ્યા. આશીર્વાદ આપ્યા. તેઓ ગયા એટલે સ્વામીશ્રી કહે, 'સૂઈ રહેવું નથી ફાવતું. આમ બેસીએ તો સારું લાગે... કંઈ નવા દેશના સમાચાર છે ?' મેં ના પાડી.
પછી અમેરિકા છોકરાઓ બહુ જાય છે, એ વાત નીકળી. કોઈ કહે, 'ત્યાં પૈસો બહુ મળે એટલે સૌ જાય છે.'
'પણ પૈસો બચે નહિ. ફેલમાં જતું રહે. ત્યાંનું પાણી સારું નહિ. અહીં ભલે સો રૂપરડી મળે, પણ ખાઈ-પીને ભગવાનનું ભજન તો કરે. એમાં કંઈ નહિ...' જરા અણગમો બતાવતાં સ્વામીશ્રી બોલ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-14:
Shriji Maharaj Gets Along With Those...
"Also, I only get along with one who has no swabhãvs, i.e., lust, anger, avarice, affection, egotism, jealousy, hypocrisy, deceit, cravings for taste, etc.; one who observes dharma as prescribed in the Dharma-shãstras; and one who has bhakti towards God. I enjoy the company of only such a person. If a person is not like that, then I do not get along with him, even if he is staying close to Me. In fact, I feel an aversion towards him."
[Loyã-14]