પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૪૦
મુંબઈ, તા. ૮-૯-૧૯૬૯
બપોરે જમ્યા પછીની કથામાં હું એક હાથે વચનામૃત પકડીને વાંચતો હતો. યોગીજી મહારાજની નજર પડી એટલે મને થોભાવ્યો અને કહે, 'વચનામૃત બે હાથે પકડીને વાંચવું. આ તો પરાવાણી છે. ચોપડીની જેમ ન પકડાય.' એમ કહી બે હાથે વચનામૃત ગ્રંથ પકડાવ્યો. પછી પોતે મરમમાં હસવા લાગ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-4:
As Long as One is Attracted to Vishays
"However, as long as a devotee is attracted to vishays, he has not realised God's transcendental greatness at all…"
[Gadhadã II-4]