પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૩૬
મુંબઈ, તા. ૨૪-૮-૧૯૬૯
બપોરના કથાપ્રસંગમાં યોગીજી મહારાજે કારિયાણી પ્રકરણનું નવમું અને અગિયારમું વચનામૃત વંચાવ્યું. પછી કારિયાણીના પ્રસાદીના ઓરડાની વાત કરતાં કહે, 'ઉપર છાપરું કરવું જોઈએ... લાખો રૂપિયા ખર્ચવા જોઈએ. (ઓરડાની મરામત અને સાચવણી માટે) શ્રીજીમહારાજ સાક્ષાત્ રહેલા. લાખો રૂપિયા આપતાં ન મળે. અબજો રૂપિયાની કિંમત કહેવાય... જુઓ લોયા ને કુંડળના ઓરડા પ્રસાદીના પડી ગયા... આપણે પહેલાં કારિયાણીના ઓરડા રિપૅર કરાવેલા... સારંગપુરનો ચોરો આપણે રિપૅર કરાવ્યો...' એમ મહારાજના પ્રસાદીનાં સ્થાનો સાચવવાનો મહિમાપૂર્વક આગ્રહ જણાવ્યો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-17:
Not Being Able to Fall From the Holy Feet of God
"… Similarly, one who has realised the greatness of God cannot be made to fall from the holy feet of God even by God Himself. Could he, then, be made to fall by any other object? Of course not."
[Loyã-17]