પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૨૫
મુંબઈ, તા. ૧-૯-'૬૭
મુંબઈમાં અક્ષરભવનમાં યોગીજી મહારાજના ઉતારાની બાજુમાં જ સંતોનો ઉતારો હતો. વહેલી સવારે સૌ સંતો પૂજા કરતા હતા. પરોઢિયે લગભગ ૪.૪૫ વાગે સ્વામીશ્રી એકલા ડોલતાં ડોલતાં સંતોની રૂમમાં પધાર્યા. બધા સંતો સ્વામીશ્રી નજીક ભેગા થઈ ગયા.
સ્વામીશ્રી કહે, 'સ્વપ્નું આવ્યું. શાસ્ત્રીજી મહારાજ અને અક્ષરપ્રકાશ (ડોસા) ગામડે આવ્યા ને કહે નાવું છે. તે પાણી (ગરમ) કરી આપ્યું ને નવરાવ્યા. પછી જમવાનું કહ્યું તો કહે હમણાં જ મુંબઈ જવું છે...' એમ કહી અદૃશ્ય થઈ ગયા. તે મને થયું કે મુંબઈ આવે છે તે આૅફિસ (૧. અક્ષરભવનમાં ભોંયતળિયે સરકારી આૅફિસ હતી તે ખાલી કરાવવાના પ્રયત્નો ચાલુ હતા.) ખાલી કરવા માટે આવતા લાગે છે...'
શાસ્ત્રીજી મહારાજનાં સ્વપ્ન-દર્શનની વાત કરતા સ્વામીશ્રી એવા તો ગલગલ થઈ જતા કે એમના બ્રહ્માનંદની ફોરો સાંભળનાર ઉપર પણ ઊડતી-સૌ એમની વાતમાં હેતથી તણાતા !
જમ્યા પછીની બપોરની કથા ચાલતી હતી. સ્વામીશ્રી ટપાલ લખી રહ્યા હતા. એક ભક્તે સ્વામીશ્રીને કહ્યું, 'આપના અક્ષરો પણ અક્ષરધામના છે...'
'ઇંગ્લિશ જેવા છે...' સ્વામીશ્રીએ રમૂજમાં કહ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Panchãlã-4:
Why God Takes a Human Form
"If God does not become like a human and instead behaves with complete divinity, then people would not be able to develop affection or feelings of affinity for Him. Why? Because a human develops affection and affinity for another human…"
[Panchãlã-4]