પ્રેરણા પરિમલ
ગુરુહરિના સંબંધની મહિમા દૃષ્ટિ
સવારના આહ્લાદક વાતાવરણમાં પ્રમુખસ્વામી મહારાજ ઠાકોરજીનાં દર્શન કરીને હનુમાનજી-ગણપતિજીનાં દર્શને આવ્યા ત્યારે પ્રદક્ષિણામાં સમુદાય વચ્ચે એક વૃદ્ધ સ્વામીશ્રીની પ્રતીક્ષા કરતાં ઊભા હતા. સ્વામીશ્રીને જોતાં જ તેઓ ઉત્સાહથી કહે, 'મેં શાસ્ત્રીજી મહારાજને નવડાવ્યા છે.'
આ સાંભળતાં જ સ્વામીશ્રી ઊભા રહી ગયા અને પૂછ્યું: 'ક્યાં સ્નાન કરાવ્યું હતું ?'
'અમદાવાદમાં.'
'અહો... ત્યારે તો તમે બહુ પ્રસાદીના કહેવાઓ!' એમ કહેતાં સ્વામીશ્રીએ પોતાના હાથ વડે તેઓના જમણા ખભાને બે વાર સ્પર્શ્યા અને હાથ આંખે અડાડ્યો.
પોતાના ગુરુહરિની સેવા કરનારા એ વૃદ્ધનો સ્પર્શ કરતાં સ્વામીશ્રી જાણે પોતાના ગુરુનો સ્પર્શ કરતા હોય એટલા ભાવપૂર્વક તેમને મનોમન વંદી રહ્યા હતા.
Vachanamrut Gems
Gadhadã III-25:
The Poor can Please God through Shraddha
“Furthermore, it is not the case that God’s pleasure is bestowed only on those who offer bhakti with various articles and not upon the poor. Someone may be poor, but if he offers water, leaves, fruits and flowers to God with shraddhã, that is enough to please Him…”
[Gadhadã III-25]