પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫૪
મ્વાન્ઝા, તા. ૬-૪-'૭૦
આજે સવારે પૂજામાં નેઝી હીલના અંગ્રેજ પાદરી સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીનાં દર્શનથી પોતે ખૂબ જ પ્રભાવિત થયા અને સ્વામીશ્રી પાસે યાચના કરી : 'આપના જેવું શુદ્ધ હૃદય મારું કરજો.'
'આય એમ બ્લેસિંગ યુ...' એમ કહી સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. યુવકોએ તથા સંતોએ સ્વામીશ્રીને આ અંગ્રેજી વાક્ય શિખવાડેલું. સ્વામીશ્રી અહીં એનો છૂટથી ઉપયોગ કરતા. બાળક કરતાં અતિ નિર્દોષ સ્વામીશ્રી આવા પ્રસંગે દુનિયાદારીથી પર જણાતા.
એમના ગયા પછી સ્વામીશ્રી બોલ્યા : 'આ યુરોપિયન સાહેબ દર્શને આવ્યા. તેને સંસ્કાર લાગશે.'
સંતો સાથે વાતચીતમાં પણ આ અંગ્રેજ પાદરીએ પોતાનો આ જ અનુભવ જણાવ્યો કે, 'સ્વામીજીની ભાષા હું સમજી શકતો નથી. પણ એમનું હૃદય અત્યંત શુદ્ધ છે. એમના જેવું મારું હૃદય થાય, એવી તમે પ્રાર્થના કરજો.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-51:
Only Behaving as the Atma does one Become Happy
“… Thus, as long as the influence of the gunas remains within a person, he will never experience happiness; only when he behaves as the ãtmã does he become happy.”
[Gadhadã II-51]