પ્રેરણા પરિમલ
સબસે બડા ઈલ્કાબ ભગવાન કા હૈ...
(તા. ૨૧-૦૨-૨૦૦૮, મુંબઈ)
આજે આઈ.સી.આઈ.સી.આઈ. બૅન્કના ચૅરમૅન અને એમ.ડી. શ્રી કામથ સાહેબ સ્વામીશ્રીની દર્શન-મુલાકાતે આવ્યા હતા. સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપ્યા. ભારત સરકાર તરફથી તેઓને પદ્મભૂષણ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે એ વાત સાંભળીને સ્વામીશ્રીએ તરત જ કહ્યું : 'ભગવાનરૂપી રત્ન મળ્યું છે એટલે હવે આવા બીજાં રત્નો પણ મળશે. પણ મૂળ નીતિનિયમ છે એ સૌથી મોટું ભૂષણ જ છે. और सबसे बडा इल्काब भगवान का है। इतनी प्रवृत्ति मे´ भक्ति रहती है, वो ही बडी़ बात है।’
સ્વામીશ્રીને મન પદ્મભૂષણ કરતાંય મોટો ઈલ્કાબ 'નીતિભૂષણ' અને 'ભક્તિભૂષણ' છે.
Vachanamrut Gems
Gadhadã II-1:
Consequence of Attachment to Vishays
"… When the chitt is attracted to vishays such as sounds, touch, etc., no matter how intelligent one may be, one's buddhi becomes unstable and one becomes like an animal. Thus, infatuation is generated due to attachment to the vishays."
[Gadhadã II-1]