પ્રેરણા પરિમલ
જિંદગી સુધી સેવા...
અટલાદરામાં એક પ્રસંગે શહેરના ભૂતપૂર્વ મેયરો જતીનભાઈ મોદી તથા રણજીતિસહજી ગાયકવાડ દર્શને આવ્યા હતા. સેવાકાર્યની વાતો નીકળતાં સ્વામીશ્રીએ સુંદર આદેશ આપ્યો હતો, 'અધિકાર તો આવે ને જાય પણ સેવાનું કાર્ય તો કાયમનું છે. જે સેવક હોય એ સેવા કર્યા જ કરે ને અધિકારી હોય તે અધિકાર ન મળે એટલે ખૂણામાં બેસી જાય. જોગીબાપા એટલે જ કહેતા કે સેવક થવું. વાસણ ઊટકીએ કે નાનું કામ કરીએ એટલે કંઈ આપણે મટી જતા નથી, પણ એ જ મોટપ છે !'
'આપ કહો છો, એમ જ બને છે. મોટા થયા પછી સેવા નથી થતી.' જતીનભાઈએ સાખ પૂરી.
'આપણે જ્યાં હોઈએ ત્યાં સેવા ને સેવા જિંદગી સુધી કરવાની છે.'
છેલ્લે સેવાનો સાચો અર્થ સ્વામીશ્રીએ સમજાવ્યો. સેવાભાવનાને જીવનમાં વણી લેવાની ટકોર સ્વામીશ્રીએ કરી. હોદ્દાની રૂએ સેવા બજાવતા, પરોપકારનો ડોળ કરતા આજના સમાજને સ્વામીશ્રીનું આમાં માર્મિક સૂચન હતું, કારણ કે એમને સેવાધર્મ મૂર્તિમંત છે.
Vachanamrut Gems
Gadhadã I-60:
Greatest Endeavour
Thereupon Shriji Mahãrãj said, "Of all spiritual endeavours, to eradicate worldly desires is the greatest endeavour. The means of doing this is as follows: Bearing in mind one's craving for the vishays, i.e., sights, sounds, smells, tastes and touch, one should introspect, 'Is my desire for God equal to my desires for the world? Is it greater? Or is it less?' One should examine oneself in this manner…"
[Gadhadã I-60]