પ્રેરણા પરિમલ
સેવા-ભજન કરો છો એટલે સારું રહે છે...
(તા. ૧૬-૦૨-૨૦૦૮, મુંબઈ)
સ્વામીશ્રીના આરામનો સમય થયો હતો. થોડા સમય પહેલાં જ વિદેશથી આવેલા સંતો પલંગ ઉપર વિરાજેલા સ્વામીશ્રીની આજુબાજુ ગોઠવાઈ ગયા હતા. સંતોએ પૂછ્યું, 'તબિયત કેમ છે ?'
'કેવી લાગે છે ?'
આટલું કહીને થોડા મૌન પછી સ્વામીશ્રી કહે, 'સારી છે.'
'આપનું સ્વાસ્થ્ય સારું રાખજો.' સંતોએ કહ્યું.
સ્વામીશ્રી કહે, 'તમારું સારું એટલે અમારુંય સારું. આ તો અરસપરસ છે. સંતો સુખિયા હોય તો તબિયત સારી રહે. આપણે સુખિયા રહેવું. બાકી તો શરીર છે એટલે અવસ્થા પ્રમાણે અપ-ડાઉન થયા કરે.'
સંતો કહે, 'આપનું સ્વાસ્થ્ય સારું હોય તો આખા સત્સંગનું સારું રહે.'
સ્વામીશ્રી કહે, 'શ્રીજીમહારાજ રાખે છે ને એટલે જ ચાલે છે. તમે બધા સારી રીતે કથાવાર્તા, સેવાભજન કરો છો એટલે સારું રહે છે ને રહેશે.'
Vachanamrut Gems
Gadhadã II-4:
Constantly Contemplating Upon God
Thereafter, Brahmãnand Swãmi asked, "We do realise this, yet we still cannot constantly contemplate upon God. What is the reason for this?"
Shriji Mahãrãj explained, "First of all, to be able to constantly contemplate upon God, one needs such shraddhã. If one does not have such shraddhã, it implies that there is a corresponding deficiency in realising God's greatness. When there is a deficiency in realising God's greatness, it suggests that there is also a corresponding deficiency in one's conviction of God. So, if one realises the greatness of God and has shraddhã as well, then one will be able to constantly contemplate upon God.
[Gadhadã II-4]