પ્રેરણા પરિમલ
બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે...
(૧-૧-૦૮, અમદાવાદ)
અમદાવાદના હવાઈ મથક પર ગુજરાતના 'ઍરપોર્ટ સલામતી'ના ચીફ કૃષ્ણન્ સાહેબ એરપોર્ટ પર સ્વામીશ્રીને સત્કારવા ઊભા હતા. તેઓ સ્વામીશ્રીને કહે : 'આપ ગિનિસ વર્લ્ડબુકનો ઍવોર્ડ સ્વીકારતા હતા એ દૃશ્ય મેં ટી.વી.માં જોયું. આ એવોર્ડ સ્વીકારતી વખતે આપના મુખ પરની રેખા સહેજ પણ બદલાઈ ન હતી. આપ એકદમ સ્થિતપ્રજ્ઞ હતા. આપના આ દર્શન કરીને હું ખૂબ પ્રભાવિત થયો છું.'
સ્વામીશ્રીએ વિનમ્રભાવે કહ્યું : 'બધું જ ભગવાનની ઇચ્છાથી થાય છે. આપણે કશું જ કરતા નથી. આ શ્વાસ લઈએ છીએ એ પણ ભગવાનની ઇચ્છાથી જ લેવાય છે.'
સ્વામીશ્રીની આવી ભક્તિભરી વિનમ્રતા તેઓના હૃદયમાં એક અમીટ છાપ છોડી ગઈ.
Vachanamrut Gems
Loyã-11:
Which Forms of God Should be Meditated Upon?
"Moreover, one should only meditate on the form of God that one has attained, not on the forms of the previous avatãrs…"
[Loyã-11]