પ્રેરણા પરિમલ
વાત્સલ્યમૂર્તિનું વાત્સલ્ય
(તા. ૧૧-૦૨-૨૦૦૮, મુંબઈ)
સ્વામીશ્રીની નાદુરસ્ત તબિયતની જાણ થતાં દેશ-વિદેશના હજારો યુવાનોએ પ્રાર્થના, તપશ્ચર્યા, વ્રતો વગેરે ચાલુ કરી દીધાં હતાં. કેટલાકે તો પત્રો દ્વારા પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ ! પ્રમુખસ્વામી મહારાજની બીમારી અમને આપી દો.
કેટલાક સ્નેહી યુવાનોએ ફોન દ્વારા પણ સ્વામીશ્રીને સ્વસ્થતા માટે પ્રાર્થના કરી હતી. આજે અમેરિકાથી એવા એક વિદ્યાર્થી યુવકનો ફોન આવ્યો ત્યારે સ્વામીશ્રીએ તેને પૂછ્યું : 'અભ્યાસ બરાબર ચાલે છે ને ?'
'કોશિશ કરું છું.' તેણે કહ્યું.
સ્વામીશ્રી કહે : 'કોશિશ નહીં, બરાબર અભ્યાસ કરવો. તારા પિતાએ ધંધો વધાર્યો છે એને પછી સંભાળવો પડશે ને ! અને વ્યસન-દૂષણ પેસે નહીં, કુસંગ લાગે નહીં એટલું ધ્યાન રાખજે. ગમે એટલા મિત્રો દબાણ કરે કે આગ્રહ કરે તોય લેવાનું જ નહીં. નિયમિત સત્સંગમાં જવાનું રાખજે અને બરાબર ભણજે, એ આશીર્વાદ છે.'
સ્વામીશ્રીની આ વાત્સલ્યગંગામાં સ્નાન કરતાં હજારો માઈલ દૂર રહેતો એ કિશોર ધન્ય થઈ ગયો.
Vachanamrut Gems
Loyã-14:
Who Will Definitely Regress in Satsang?
"… but as for those who have anger, egotism or jealousy, they can be seen to definitely regress in Satsang…"
[Loyã-14]